મોરબીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની સંસ્થામાં નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ નિમિત્તે તા.૩ ડિસેમ્બરને રવિવારના સાંજના ૫:૩૦ કલાકે સંસ્થાની ભોજનશાળા ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનાં જણાવ્યા અનુસાર, મોરબીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની સંસ્થામાં નોંધાયેલા સભ્યોનું સ્નેહમિલન સંસ્થાની ભોજનશાળામાં આગામી તા. ૩ ડિસેમ્બરને રવિવારના સાંજના ૫:૩૦ કલાકે રાખવામાં આવ્યું છે. આ સ્નેહમિલનના કાર્યક્રમની સાથે સંગીત સંધ્યા તેમજ ભોજન સમારોહનો કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતેથી ફક્ત નોંધાયેલા સભ્યોએ તા. ૨૪ થી ૩૦ નવેમ્બર સુધીમાં સવારના ૧૦ થી ૧૨ અને સાંજના ૫ થી ૭ દરમિયાન પાસ મેળવી લેવાના રહેશે તેમ શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.