દિવ્યાંગો માટે વૈષ્ણવજન બનીને કામ કરતી હળવદની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે ૦૩ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી દ્વારા સંસ્થાની કામગીરીને બિરદાવવામાં હતી સાથો સાથ દિવ્યાંગજનો ને અલગ અલગ યોજનાની સહાય એસ.ટી કાર્ડ, નિરામયા કાર્ડ અને લગ્ન સહાય જેવી સહાયો અર્પણ કરવામાં આવી હતી.
વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી નિમિતે સમાજ સુરક્ષા કચેરી મોરબીના ભરતભાઈ સોલંકીએ દિવ્યાંગજનોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિશિસ્ટ શિક્ષક બળવંતભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હળવદ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સંચાલક જયેશભાઈ રંગાડીયા દ્વારા સંસ્થાની સફળતાને બિરદાવતાં કહ્યું હતું કે તાજેતરમાં જ સંસ્થાને રાજ્ય સરકાર તરફથી રાજ્યની શ્રેષ્ઠ એન.જી.ઓ તરીકે નો એવાર્ડ મળ્યો હતો. તેમજ 77માં સ્વતંત્રતા દિવસે દિવ્યાંગજનોના કલ્યાણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ જીલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા પ્રશિસ્ત એનાયત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે સંસ્થાના સૌ કોઈ કર્મચારીઓ લલિતભાઈ સોલંકી, જગદીશભાઈ પટેલ, અરુણભાઈ ગોસાઇ, કુસુમબેન સેંગલ તથા ટીનાબેન મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી.