ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ભવ્યાતિભવ્ય રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાશે, પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ ધરે ધરે દિવડા પ્રગટાવી ભગવા ધ્વજને લહેરાવી બાઈક રેલી યોજાશે. બપોરે ધુમાડાબંધ ફરાળ ભોજન નુ પણ આયોજન કરવામાં આવશે.
ટંકારામાં સમસ્ત હિન્દુ ધર્મના એક નેજા હેઠળ એકઠા થઈને આગામી 30 માર્ચને ગુરૂવારે ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે જેમા શહેરને ધ્વજા પતાકાથી સજાવી અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો થશે. પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના ઘરના આંગણે આસોપાલવ તોરણિયા ભગવી ધ્વજા બાંધી શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવલાલભાઈ અંદરપા દ્વારા કરવામાં આવી છે.
ટંકારામાં સમસ્ત તાલુકા દ્વારા ભગવાન રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે. ભગવાન રામનો જન્મ ચૈત્રી નોમના દિવસે હોય છે. રામ જન્મોત્સવ ઉજવવા ગત શનિવારે રાત્રે શહેરના વાઘેશ્વરી મંદીરે તાલુકા અને નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી.જેમા નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે. બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન માટે એક સુર વ્યક્ત કરાયો હતો.
શોભાયાત્રા 30 તારીખે શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટથી ભગવાન રામની સવારીનો પ્રારંભ થશે.જે દેરીનાકા મેઈન રોડથી દયાનંદ ચોક,મેઈન બજાર,ત્રણ હાટડી,ઉગમણા દરવાજા,ઘેટીયાવાસ, દેરાસર રોડ,લક્ષ્મીનારાયણ મંદિરે મહાઆરતી બાદ લો-વાસ વિસ્તારથી ચિત્રકુટ ધામ ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમા પંડાલ,ઠંડાપીણા,સરબત સહિત વ્યવસ્થા કરવામાં આવી છે. શોભાયાત્રામાં જોડાનાર તમામ ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવાભાઇ અંદરપા પરીવાર દ્વારા કરવામાં આવી છે.