Friday, December 27, 2024
HomeGujaratટંકારા તાલુકાના સજનપર ગામની "શ્રી સજનપર પ્રાથમિક શાળા"માં EVM એપથી બાળ સંસદની...

ટંકારા તાલુકાના સજનપર ગામની “શ્રી સજનપર પ્રાથમિક શાળા”માં EVM એપથી બાળ સંસદની ચુંટણી યોજાઈ

આજરોજ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદની ચુંટણી આયોજન કરવામાં આવ્યું હતું.જેમ સંસદની ચૂંટણી યોજવામાં આવે છે તે જ રીતે શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં અભ્યાસના ભાગરૂપે બાળકો જુદી જુદી ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એવા હેતુથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

દેશમાં યોજાતી જુદી જુદી ચૂંટણીઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે ? કઈ રીતે પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. તેની સમગ્ર માહિતી શાળા કક્ષાએ લાઈવ ચૂંટણી ગોઠવી સમજાવવામાં આવ્યું હતું. આ બાળ સાંસદની ચૂંટણીમાં ધો. 6 થી 8 ના બાળકોમાંથી ઉમેદવારો પસંદ કરી ખાસ EVM APP ના ઉપયોગથી બધા બાળકોએ મતદાન કર્યું જેથી EVM ના ઉપયોગની બાળકોને સમજૂતી મળી રહે. સમગ્ર કાર્યક્રમમાં બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયથી વાકેફ થયા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. એ કર્યું હતું અને તમામ શિક્ષકોએ તેમને સહકાર આપેલ. શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા એ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!