Friday, January 10, 2025
HomeGujaratશ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ્ સમુહ લગ્ન સમિતિ તથા શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ...

શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ્ સમુહ લગ્ન સમિતિ તથા શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ – મોરબી દ્વારા દ્વિતિય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન

શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ્ સમુહ લગ્ન સમિતિ તથા શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ – મોરબી દ્વારા આગામી તા. 30-01-2024, મંગળવારના રોજ દ્વિતિય સમુહ લગ્ન મહોત્સવનું બહુચર પાર્ટી પ્લોટ, નવલખી રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ્ સમુહ લગ્ન સમિતિ તથા વિશ્વકર્મા લુહાર સમાજ દ્વારા તા. 30 જાન્યુઆરીને મંગળવારે નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે દ્વિતિય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્નમાં ૮ (આઠ) નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે. જેમાં લગ્ન પ્રસંગના આચાર્ય પૂજ્ય શાસ્ત્રીશ્રી કૌશિકભાઈ જી. ભુદેવ (વાઘપરવાળા) બીરાજી “સમુહ લગ્ન” ની વિધિ કરાવશે. ત્યારે આ માંગલિક પ્રસંગની રૂપરેખાની વાત કરવામાં આવે તો લગ્નોત્સવમાં તા. ૩૦-૦૧-૨૦૨૪ મંગળવારના રોજ બપોરના 2:15 કલાકે જાન આગમન થશે તેમજ 4:15 કલાકે હસ્તમેળાપ થશે તથા સાંજના 6 કલાકે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં વસતા લુહાર સમાજના પરિવારોને સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ આપવા શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ્ સમુહ લગ્ન સમિતિ તથા શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ – મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!