ગઈકાલે વવાણિયા ગામે અવતરેલ મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહવિલય દિન હતો. જે દિવસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વવાણિયા ગામે એક નિઃશુલ્ક મેગા મલ્ટીસ્પેશ્યિાલિટી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે મેગા મેડિકલ કેમ્પ અભૂતપૂર્વ સફળતાને વર્યો હતો અને આ કેમ્પ હજારો દર્દીઓનો મસીહા બનીને સામે આવ્યો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર, વવાાિયામાં ગઈકાલે નિઃશુલ્ક મેગા મલ્ટીસ્પેશ્યિાલિટી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧૦૦૦ જરૂરિયાતમંદ લોકોને દરેક રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન નિઃશુલ્ક આપવામાં આવતાં લોકો ગદ્ગદ્ થઈ ઉઠ્યા હતાં. આ કેમ્પની પૂર્વ તૈયારી રૂપે તારીખ ૬ એપ્રિલથી ૮ એપ્રિલ સુધી દિવ્યાંગોની તપાસણી તેમજ સહાયક સાધનો અને કૃત્રિમ અંગોના માપ લઈ લેવામાં આવ્યાં હતા. આથી કેમ્પના દિવસે તેમને તેમના માપ મુજબ વિશિષ્ટ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વવાણીયા અને આજુબાજુના ૧૩૦ ગામોની ૨.૫ લાખની વસ્તીમાં કુપોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિની ડ્રાઇવ કરવામાં આવી હતી. માનવતાવાદી સંત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રૈકાશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાએલ આ કેમ્પમાં મુંબઈ, રાજકોટ, મોરબી, IISA અને કેનેડાનાથી ૬૦ થી વધુ સ્પેશ્યિાલીસ્ટ ડૉક્ટરો અને સેંકડો સ્વયંસેવકોએ જીવ રેડીને સેવા આપી હતી. તેમજ પ્રસ્તુત કેમ્પમાં બીજેપી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જશુભાઈ, દિલુભા ઉદયસિંઘ જાડેજા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સવજીભાઈ રાઠોડ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજાશભાઈ મેરજા, માળિયાના પી.એસ.આઈ. ગઢવી, માળિયાના મામલતદાર પંડ્યા સાહેબ, લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઈ ખાવર સમર્થન અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત હતા.