Monday, January 13, 2025
HomeGujaratમાળીયા(મી)નાં મોટા દહિસરા ગામે સાંસદનાં કમાન્ડોએ બીમારીથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી...

માળીયા(મી)નાં મોટા દહિસરા ગામે સાંસદનાં કમાન્ડોએ બીમારીથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી

ડેપ્યુટેશન પર સલામતી વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવતા અને રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા ના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિન રાયધનભાઇ બાલાસરા (હાલ રહે. એસઆરપી રાજકોટ મુ.રહે.મોટા દહીંસરા તા.માળીયા(મી) વાળા છેલ્લા ઘણા સમયથી બીમાર હાલતમાં હતા. જેઓએ ફેફસાની બીમારી છે. અનેક પ્રકારની દવાઓ કરાવી છતાં બીમારી દૂર ન થતા અંતે કંટાળી આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. અશ્વિનભાઈ પોતાના વતન મોટા દહિસરા ગામમાં આવેલ ઘરે હતા જ્યાં તેમને આપેલ સર્વીસ હથીયાર ગ્લોક પીસ્ટલ થી જ પોતાના લમણા ના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ થતા જ માળીયા મી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને CRPC કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી વધુ માળીયા(મી) પીએસઆઈ બી.ડી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!