મોરબી નવા બસ સ્ટેન્ડ અંદર પ્લેટફોર્મ નજીક મોરબી ખેતરડી રૂટની બસ રજી. નં. જીજે-૧૮-ઝેડ-૫૪૫૧ ના ચાલકે પોતાના હવાલાવાળી એસ.ટી. બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવતા ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીના પગ ઉપર એસટી બસનું આગલું વ્હીલ ફરી વળતા, વિદ્યાર્થીનીને પગમાં લોહી નીકળવા લાગતા, તેને ખાનગી વાહનમાં મોરબી સરકારી હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થીનીને પગના અંગૂઠામાં ફ્રેકચર તથા પગની બીજી અને ત્રીજી આંગળીના નખ નીકળી ગયાની સારવાર ચાલુ કરી હતી, ત્યારે આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના પિતાએ ઉપરોક્ત એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.