ગુજરાત એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવનાર મોરબીમાં રહેતા અને જસદણ ડેપો ખાતે ફરજ બજાવનાર ઝાલા કુલદીપસિંહ મુખ્યમંત્રીને પત્ર લખી મોરબી ડેપો ખાતે ગાંધીજીની આ માર્ગે ધરણાં કરવા માટેની મંજૂરી આપવામાં આવે અથવા મરજી પ્રમાણે ઈચ્છા મૃત્યુની માંગ ડ્રાઇવર દ્વારા કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કુલદીપસિંહ ઝાલા ગુજરાત રાજ્ય એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને હાલ જસદણ ડેપો ખાતે પોતાની ફરજ ચાલુ છે. ત્યારે કુલદીપસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી તેમણે રાષ્ટ્રીય સંપતિના હિતમાં સાચું બોલતા તેમને માનસિક, શારીરિક અને આર્થિક નુકસાની વેઠવી પડી છે. તેમજ સર્વિસ રેકોર્ડ ખરાબ કરી કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી જાણ મુખ્યમંત્રીને કરી છે. જેમાં ડ્રાઈવર નિષ્ઠા પૂર્વક ફરજ મોરબી ડેપો ખાતે બજાવતા હતા. જેમાં મોરબી ડેપોના જવાબદાર સત્તાધીશોની બેદરકારીના લીધે વાહનોની સ્થિતિ કથળી હતી તેથી મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી. જેની જાણ મીડિયાને થતાં ૧૭/૧૨/૨૦૨૦ ખાતે મોરબી ડેપો ખાતે સરપ્રાઈઝ ચેકીંગ કરી ડ્રાઇવરો, ટ્રાફિક સુપર વાઇઝર અને વર્કશોપ સુપર વાઇઝરને સાચી હકીકત પૂછતા કર્મચારીઓએ સાચી હકીકત જણાવી હતી. જે રાષ્ટ્રીય સંપતિની હિતમાં સત્ય બોલેલ હતું પરંતુ કોઈ ગુન્હો કર્યો ન હતો. જે બેદરકારી સાબિત થતાં જવાબદારોને તેનો રાગ દ્વેષ રાખી બુદ્ધિ પૂર્વક કાવતરું રચી ખોટા ગુન્હામાં સાંકળી, સાચું બોલવાના ગુન્હામાં ચાર્જ લગાવી અનેક સજા કરેલ છે. જેમાં બદલીઓ, રોકડ દંડ આર્થિક અને માનસિક હેરશમેન્ટ કરી સર્વિસ રેકોર્ડ ખરાબ કરેલ છે. જે બાબતે ઉચ્ચ અધિકારીઓ અને સરકારને અનેક રજૂઆતો કરી છે જેમાં નીચલા અધિકારીને તપાસ શોપી ફરી ચાર્જશીટ આપી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે બાબતે ન્યાય નહિ મળતાં ત્યારે મુખ્યમંત્રી દ્વારા વિભાગીય નિયામકની કચેરી ખાતે ધરણાં કરવાની મંજૂરી આપવામાં આવે અથવા ઈચ્છા મૃત્યુ આપવામાં આવે તેવી માંગ ડ્રાઈવર કુલદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.