ટંકારા નામાંકિત બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. ખાતે આવેલ કષ્ટભંજન દાદાના દરબારમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મોરબી શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સના સ્ટાફે શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીની અયોધ્યા આગમનની રંગોળી બનાવી હતી…
મોરબીના ફેક્ટરી/કારખાના સહિતના અન્ય ઉધોગના આંગણે પહોચી બિમારીની વિના મૂલ્યે સારવાર આપતી શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા ટંકારા સ્થિત આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. ખાતે આવેલ કષ્ટભંજન દાદાના દરબારમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
દિવાળી પર્વ નિમિત્તે રંગોળી બનાવીને ધાર્મિક અને સામાજિક મેસેજ આપવામાં આવ્યો હતો. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ દિવાળી છે. ત્યારે માદરે વતનની મજા અને રામ, લક્ષ્મણ અને જાનકી અયોધ્યા આગમનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી શુભ સંદેશ આપ્યો હતો. રંગોળી તૈયાર કરવામાં ડો. ટવિંન્કલ ચૈતન્ય સ્વામી, પાયલોટ રવિ કુબાવત, લેબ ટેક્નિશિયન બિંદિયા પટેલ અને પેરામેડિકલ સ્ટાફના કિજલ ઠાકોર સહિતના જોડાયા હતા…