Wednesday, January 15, 2025
HomeGujaratટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

ઉમેદવારોને આગામી ૧૧ જુલાઈ-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૭, રસોઇયા તરીકે ૯, અને મદદનીશ તરીકે ૧૪ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

ટંકારા મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૧/૦૭/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મામલતદાર કચેરી ટંકારા નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર ટંકારાની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!