Wednesday, May 14, 2025
HomeGujaratટંકારા તાલુકામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે

ટંકારા તાલુકામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે

ટંકારા મામલતદાર અને એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા ટંકારા તાલુકામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત વ્યવસ્થાપક (સંચાલક), રસોયા તેમજ મદદનીશની માટેની અલગ અલગ કેન્દ્રો માટે કુલ નવ નવ સહિત ૨૭ ઉમેદવારોની ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે અલગ અલગ કેન્દ્રો સહિતની માહિતી જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા મામલતદાર અને એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા ટંકારા તાલુકામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત વ્યવસ્થાપક (સંચાલક), રસોયા તેમજ મદદનીશની માટેની અલગ અલગ કેન્દ્રો માટે કુલ નવ, નવ ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે… વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના શૈક્ષણિક વર્ષ માટે પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં વ્યવસ્થાપક (સંચાલક), રસોયા તથા મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદન હંગમી ધોરણે નિયુકતી કરવાની છે. જે ખાલી જગ્યાઓમાં નિમણુંક કરવાની થતી હોવાથી લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે તે ગામના સ્થાનિક ઉમેદવારની પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંગેની અરજી નિયત નમુનામાં સર્પૂર્ણ વિગતો સાથે મામાલતદાર ટંકારા તાલુકા મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી, ટંકારા સરનામે તા.૨૧/૦૫/૨૦૨૫ સુંધીમા કચેરી સમય સુધીમાં પહોંચે તે રીતે રજુ કરવાની રહેશે. જે ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે તે ઉમેદવારએ તે તારીખ અને સ્થળે સ્વખર્ચે આવવાનું રહેશે. તેમજ રજુ કરેલ અભ્યાસ અને ઉમર અંગેના અસલ આધારો સાથે લાવવાના રહેશે. પ્રથમ અને બીજા પ્રયત્ન સમયે ઉમેદવાર લઘુતમ એસ.એસ.સી. પાસ અથવા તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ તેવી વ્યક્તિને પસંદ કરવામાં આવશે. પ્રથમ પ્રયત્ન કરવા છતા ઉમેદવાર ન મળે તો ધોરણ-૭ પાસ યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવશે. રસોયા તથા મદદનીશની નિમણુંક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી. અરજી મોકલવાની છેલ્લી તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ વ્યવસ્થાપક (સંચાલક), રસોયા, મદદનીશ માટે ઉમેદવારે ૨૦ વર્ષ પુરા કરેલ હોવા જોઈએ અને ૬૦ વર્ષ પુરા કરેલ ન હોવા જોઈએ. ઉંમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ઉપલી વય મર્યાદામાં કોઈ પણ પ્રકારની છુટછાટ મળવાપાત્ર નથી. નિયત વય ન ધરાવતા ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. અરજી ફોર્મ સાથે સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટબીલ), આવકનો દાખલો, આધારકાર્ડની નકલ બેંક પાસબુકની નકલ ચુંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે. તેમજ અરજી ફોર્મમાં ફોટો અને ફોન નંબર અવશ્ય લખવાનો રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!