બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી- ફિરકાનો મુદ્દામાલ શોધી એક શખ્સની કરી અટક
મોરબી:મકરસંક્રાતી તહેવાર અનુસંધાને ગૃહ વિભાગના પત્ર અનુસાર ઉતરાયણ/અન્ય તહેવારો વખતે ચાઈનીજ લોંન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ હોય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે અન્વયે પતંગ દોરનું છુટક વેંચાણ કરતા સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવે જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી જીલ્લા પોલીસ ટીમ કાર્યરત હોય ત્યારે સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વીસીપરા મદીના મસ્જીદની બાજુમાં રોડ ઉપર છુટક પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતા ઇમરાનભાઇ રસુલભાઇ જેડાના પતંગ-દોરના સ્ટોલમાં તપાસ હાથ ધરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૨ ફિરકા મળી આવ્યા હતા જેથી આરોપી ઇમરાનભાઇ રસુલભાઇ જેડા ઉવ.૨૪ રહે.મોરબી વીસીપરા કુલીનગર-૧ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વધુમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા તથા પતંગ દોરાના વેપારીઓ જોગ સંદેશ આપી જણાવ્યું છે કે ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ તુક્કલથી જાહેર જનતાને નુકસાન થતુ હોય જેથી ચાઇનીઝ દોરાઓનુ વેચાણ નહિ કરવા તેમજ તે ખરીદ નહીં કરવા જનતાને અપીલ કરવામાં આવી છે.