વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર વીસીપરા ચોક વિસ્તારમાં રોડની સાઈડમાં છૂટક પતંગ-દોરા ગોઠવી વેચાણ કરતા સ્ટોલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સ્ટોલમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ત્રણ નંગ ફિરકા મળી આવ્યા હતા, જેથી સ્ટોલ ધારક આરોપી મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા ઉવ.૩૨ની અટક કરવામાં આવી હતી. વાંકાનેર સીટી પોલીસ ટીમે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.