કોરોના મહામારીને પગલે શિક્ષણ વ્યવસ્થા સખડ ડખળ થતા ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પરીક્ષામાં 30 ટકા એમસીક્યુ પ્રશ્નો અને જ્યારે 70 ટકા પ્રશ્નો વર્ણનાત્મક પુછવામાં આવશે. અભ્યાસ બાબતે વિદ્યાર્થીઓને તનાવ અને વાળીઓની ચિંતા ઘટે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શાળાઓ લાંબા સમય બંધ રહ્યા બાદ હવે જ્યારે ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. રાહ જોયા બાદ અનેક વિકટ સ્થિતિનો સામનો કર્યાં બાદ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. હવે ધોરણ 9થી12ની પરીક્ષામાં 30 ટકા સુધી MCQ પ્રશ્નો પુછાશે, જ્યારે 70 ટકા વર્ણનાત્મક પશ્નો પુછવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા એમસિક્યુ અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના 29,75,285 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે.