ગુજરાતમાં લવજેહાદ રોકવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩ માં કેટલાક સુધારા કરતું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ ગઈકાલે ગુરુવારે વિધાનસભાના બજેટ સત્રમાં ભાજપ સરકાર દ્વારા બહુમતીથી પસાર કરાવ્યું હતું. જેથી રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયાએ આ વિધેયકને આવકાર્યું છે.