હળવદ વાંકાનેરમાં ચૂંટણી યોજાશે,ટંકારા નગરપાલિકા નવી બની હોવાથી ત્યાં હાલ પૂરતી ચૂંટણી નહિ યોજાય
રાજ્યના ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામન્ય, મધ્યસ્થ અને પેટા ચુંટણીઓ ફેબ્રુઆરી 2025માં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામન્ય, મધ્યસ્થ અને પેટા ચુંટણીઓ ફેબ્રુઆરી 2025માં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે. જેથી ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા તા. ૨૧-૦૧-૨૦૨૫ થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલમાં આવે છે તેવી જાહેરાત કરાઈ છે. જે આચાર સંહિતાની કેટલિક બાબતોનો અમલ સત્તાધારી પક્ષે પણ કરવાનો રહે છે. જેમાં આજરોજ તા. ૨૧/૦૧ ના રોજ ચુંટણીની તારીખ જાહેર કરાઈ, તા. ૨૭/૦૧/૨૦૨૫ થી જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે, તા. ૦૧/૦૨/૨૦૨૫ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ, ૦૩/૦૨/૨૦૨૫ ના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી કરાશે, તા. ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ ઉમેદવારી પાછી ખેંચી શકાશે તેમજ તા. ૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે તેની જાહેરાત ચુંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. તેમજ જરૂર જણાય તો પુનઃ મતદાન તા. ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ, તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મત ગણતરી અને તા. ૨૧/૦૨/૨૦૨૫ ના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ છે. તેમજ જાહેર થયેલ ચુંટણી વિસ્તારમાં આચાર સંહિતાનુ ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરાયો છે. તેમજ ચુંટણી વાળા વિસ્તારમાં કર્મચારી અને અધિકારીઓની રજા મંજુર નહિ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.