રાજ્યના ચુંટણી આયોગ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ૭૩ નગરપાલિકાની સામાન્ય, મધ્યસત્ર તથા ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ મહાનગરપાલિકા,નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી આગામી સમયમાં યોજવામાં આવશે જેને લઇને માહિતી આયોગે ખાલી પડેલ બેઠકોની યાદી જાહેર કરી છે જે યાદીમાં મોરબી જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના ચુંટણી આયોગ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ઉપરાંત ૭૩ નગરપાલિકાની સામાન્ય, મધ્યસત્ર તથા ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી આગામી સમયમાં યોજવામાં આવશે. જેને લઇને સ્વરાજ્યના એકમો માટે મતદારયાદીની તા.૧૯-૧૨-૨૦૨૪ના રોજ સ્વરાજ્યના એકમોના સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓએ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક પ્રસિધ્ધ કરી હતી.જેમાં આગામી સમયમાં યોજવામાં આવનાર બેઠકો અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં અહીંયા ચુંટણી યોજાશે
જેમાં મોરબી જિલ્લામાં બે તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલીકાની બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. માળીયા મીયાણા તાલુકા પંચાયતમાં 12- સગવડ બેઠક (સામાન્ય સ્ત્રી), વાંકાનેર તાલુકા પંચાયતમાં 2 ચંદ્રપુર (સામાન્ય સ્ત્રી) પર ચુંટણી યોજવામાં આવશે. તેમજ મોરબી તાલુકામાં હળવદ નગરપાલીકામાં મધ્ય સત્રની ચુંટણી યોજવામાં આવશે. માળીયા મીયાણા વોર્ડ નં. 2 (સામાન્ય સ્ત્રી 2) અને વોર્ડ નંબર. 5 (સામાન્ય સ્ત્રી 2) પર ચુંટણી યોજવામાં આવશે.