Sunday, December 29, 2024
HomeGujaratરાજ્ય સરકાર દ્વારા અરજદારોને એફિડેવીટની જંજટમાંથી મુક્તી: એફિડેવીટને બદલે સ્વધોષણાને મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા અરજદારોને એફિડેવીટની જંજટમાંથી મુક્તી: એફિડેવીટને બદલે સ્વધોષણાને મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા અરજદારોને એફિડેવીટની જંજટમાંથી મુક્તી અપાવવા અંગે એફિડેવીટનો કાયદો રદ કરાયો અને પ્રજાના કામો ત્વરિત થાય તે માટે સ્વધોષણા પર મંજૂરીની મહોર લગાવવામા આવી છે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારના વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે સેવાઓ મેળવવાની રીતમાં સમયાંતરે સુધારાઓ દાખલ કરતાં રહે છે જેના ભાગરૂપે મોટાભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઇન, મોબાઇલ એપ, જનસેવા કેન્દ્ર, ડીજીટલ સેવાસેતુ મારફતે ઉપલબ્ધ બની ગઈ છે. ત્યારે સેવાઓ મેળવવાની પ્રક્રિયા હજુ સરળ બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓમાં, જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે. વહીવટી સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપે, લોકોપયોગી સેવાઓ ઝડપી ઉપલબ્ધ બને અને નાગરિકોને પ્રક્રિયાના સરળીકરણથી અનુકૂળતા થાય તે હેતુથી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદા કે નિયમથી જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી, સ્વઘોષણાની પ્રક્રિયાનો ભાગ બનાવવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી જે અંગે વિચારણા બાદ અંતે રાજ્ય સરકાર, રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની અપાતી સેવાઓ માટે અરજી સાથે વિગતો માટે એફિડેવિટની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા અર્થે સ્વઘોષણાની પ્રક્રિયા અમલમાં મૂકવાનો ઠરાવ કરાયો છે.

આ ઠરાવથી જે કિસ્સામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિનિયમ, નિયમો અથવા વિનિયમો અન્વયે એફિડેવિટ રજુ કરવાનું ઠરાવ્યું હશે, ત્યાં એફિડેવિટ લેવાનું ચાલુ રાખવાનું રહેશે, તે સિવાયની તમામ સેવાઓમાં એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા મેળવવાનું રહેશે. રાજ્ય સરકારના તમામ વિભાગોએ તેમની સેવાઓની સમીક્ષા કરી કાયદા , નિયમ કે વિનિયમોથી સ્થાપિત હોય, સિવાયની તમામ સેવાઓમાંથી સેવા આપવાની ચેનલમાથી (ઓનલાઈન, એપ મારફતે, જનસેવા કેન્દ્ર, પ્રત્યક્ષ સ્વરૂપે /મારફતે વગેરે) એફિડેવિટની જગ્યાઓ સ્વઘોષણાનું ફોર્મ કરાવી લેવાની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.આ ઉપરાંત સ્વઘોષણામા ખોટી માહિતી આપનાર સામે ઇન્ડિયન પીનલ કોડ હેઠળ કાર્યવાહી કરવાનું પણ જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!