મનો દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું. તા. 30 એપ્રિલના રોજ યોજાયેલ સ્પેશિયલ મહાકુંભમાં મોરબી જીલ્લાના ૫ દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો. જેમાં દિવ્યાંગ જય ઓરિયા એ રાજ્ય કક્ષાની દોડમાં ભાગ લીધો હતો. ત્યારે સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ માંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.