જેમ જેમ લોકસભાની ચૂંટણી નો સમય નજીક આવતા જ રાજકીય પક્ષો સક્રિય થયા છે. ગુજરાતમાં બધા સક્રિય પક્ષોએ પોતાના નેતાઓ અને આગેવાનો ને લોકો ની વચ્ચે જવા અને તેમની મદદ કરવા માટે નિર્દેશ આપી દીધા છે.ત્યારે આ વચ્ચે કઇ કાચુ ન કપાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવુ કામ કરે છે, કામ કરે છે કે નથી કરતા તે ચેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ પર ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અને ખાનગી રીતે મેળવેલી તમામ માહિતી ગુપ્ત રીતે ગાંધીનગર સીએમ ઓફીસે પહોંચાડવામાં આવી રહી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરેલો જેમાં અધિકારિયો ને સૂચના આપી હતી કે તમામ અધિકારીઓએ ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ,ધારાસભ્ય, સાંસદ, જિલ્લા કે તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો વગેરે વગેરે ના ફોન નંબર ફરજિયાત સેવ કરી લેવા અને અધિકારીઓએ તેમના ફોન તુરંત ઉપાડી જવાબ આપવા અને જો મીટીંગ માં વ્યસ્ત હોય તો પર્સનલ આસીટન્ટ મારફતે વ્યસ્ત હોવાનો મેસેજ પહોંચાડી દેવો.ત્યારે ખાનગી રીતે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચૂંટા યેલા પ્રતિનિધિ ઓ પ્રજાના કામ માટે ઓછા અને પોતાના કામ માટે વધુ ફોન કરે છે અને પ્રતિનિધિ નો ફોન આવ્યા બાદ અમુક કામો ન કરી શકાતા હોય તેના કરતા પ્રતિનિધિ ઓના ફોન જ ન ઉપાડવા વધુ મુનાસીબ માનાઈ રહ્યું છે.
ત્યારે હવે આ સમસ્યાનું નિવારણ લાવવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાંસદ અને ધારાસભ્યો જિલ્લાના અધિકારીઓ કેવા કેવા કામની ભલામણ કરે છે કેટલા પ્રજાના કામ અને કેટલા “અંગત માણસ”ના કામો ની ભલામણ કરે છે અને પ્રતિનિધિ ઓ કેવી રીતે કામગીરી કરે તેનો એક ખાનગી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે.અને આ રીપોર્ટનું મૂલ્યાંકન કરીને તમામ જિલ્લાઓના વડા અધિકારીઓએ તેનો ગુપ્ત રિપોર્ટ તૈયાર કરી ને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવાનો સરકાર દ્વારા દરેક જિલ્લા કક્ષાએ ગુપ્ત આદેશ આપવામાં આવ્યો હોવાની ચર્ચા ઓ ચાલી રહી છે.
જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવા કેવા કામો માટે અધિકારીઓને ફોન કરે છે તેનો ગુપ્ત રિપોર્ટ સોંપવામા આવશે. આ રિપોર્ટમાં જણાવવાનું રહેશે કે, જે તે વિસ્તારના સ્થાનિક નેતાઓ કેવી પ્રણાલીથી રીતે કામ કરે છે.
આ કરવા પાછળનું કારણ એ છે કે, મોટા ભાગના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉચ્ચ અધિકારીઓ સાથે તોછડું વર્તન કરતા હોવાનું સામે આવ્યુ હતું. તેમજ પોતાનું કામ કઢાવવા માટે અધિકારીઓ સાથે ખરાબ વહેવાર કરતા હતા.અને ઘણી વખત તેમજ પોતાનું અંગત ધારેલુ કામ જ થવુ જોઈએ તેવો આગ્રહ રાખતા હતા.અને ન કરવાના કામો કરવાની ના પાડવામાં આવે તો અધિકારીઓ ને એન કેન પ્રકારે ગર્ભિત રીતે દબાણ લાવવાનો પણ પ્રયાસ થતો હોય છે.સાથે જ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અધિકારીઓ પર રૌફ જમાવતા હોવાના અને આના કારણે અધિકારીઓને પણ નારાજગી સામે આવી હતી.જ્યારે આ બાબતની અનેક ફરિયાદો અધિકારીઓમાંથી ઉઠી હતી અને સરકાર સુધી પહોંચી હતી. તેથી જિલ્લાના વડા અધિકારીઓને આ ગુપ્ત રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલય ને સોંપવાની જવાબદારી અપાઈ છે.
જોકે, બીજી તરફ સરકારની આ ગુપ્ત વ્યવસ્થાની જાણ નેતાઓને થઈ ગઈ હોવાની પણ ચર્ચા છે. તેથી નેતાઓેએ પણ પોતાનું વર્તન સુધાર્યુ હોય તેવુ દેખાય છે.અને કેટલાક નેતાઓએ તો પોતાના અંગત લોકોને અંગત કામોની ભલામણ ન લાવવા કહી પણ દીધું છે.અને દર મહિને મુખ્યમંત્રી કાર્યાલય એ મોકલવામાં આવતા અધિકારીઓના ગુપ્ત રિપોર્ટની ગંભીર નોંધ પણ લેવાઈ રહી છે.