Friday, January 10, 2025
HomeGujaratરાજ્યકક્ષાનો RCHO - કોરોના વોરિયર તથા વેક્સીનેટરનો એવોર્ડ મોરબીના ફાળે

રાજ્યકક્ષાનો RCHO – કોરોના વોરિયર તથા વેક્સીનેટરનો એવોર્ડ મોરબીના ફાળે

રાજ્યકક્ષાના “વિકાસ દિવસ” અંતર્ગત આરોગ્ય સુખાકારીનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના અધ્‍યક્ષસ્થાને હિંમતનગર ખાતે તા.૦૭ ઓગસ્ટના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા આર.સી.એચ.અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. વિપુલ કારોલીયાને જિલ્લા આર.સી.એચ. અધિકારી તરીકેની ઉત્તમ કામગીરી માટે રાજ્યકક્ષાનો RCHO – કોરોના વોરિયર એવોર્ડ તેમજ મોરબી જિલ્લાના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા પૂજાબેન જોગેરને કોવિડ વેકસીન આપનાર વેકસીનેટર તરીકેની ઉત્તમ કામગીરી માટે રાજ્યકક્ષાના કોવિડ વેકસીનેટર-કોરોના વોરિયર એવોર્ડ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ઉપરોક્ત બંને કોરોના વોરિયર્સને રાજ્યકક્ષાએ ઉચ્ચ સન્માન મળતા સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે અને મોરબી આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ, અધિકારીઓ અને કર્મચારીઓ આ તકે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!