Thursday, January 9, 2025
HomeGujaratસ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો મોરબીમાં સપાટો : ૨૫૦ પેટી...

સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો મોરબીમાં સપાટો : ૨૫૦ પેટી વિદેશી દારૂ ભરેલ આઇશર ઝડપાયું

મોરબીનાં શનાળા ગામ નજીક સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વોચ ગોઠવી ને દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને દારૂ અને ટ્રક સહિત ૧૯.૩૧ લાખના મુદ્દામાલ સાથે આઇશર ચાલકની ધરપકડ કરવામાં આવી છે તેમજ આઠ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા શનાળા ગામ નજીકથી 250 પેટી વિદેશી દારૂ ભરેલ આઇશર પકડી પાડ્યું છે. અને 12,18,380 રૂપિયાનો દારૂ,7330 રૂપિયા રોકડા,રૂ. 5000નો એક મોબાઈલ ફોન તથા આઇશર ટ્રક રૂ.7 લાખ મળી કુલ 19,31,190 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. તેમજ આઇશર ચાલક કલ્પેશ ઉર્ફે લાલો હર્ષદભાઈ લગારિયા (રહે.જૂનાગઢ)ની ધરપકડ કરાઈ છે. તેમજ તેની પૂછપરછ કરતા વિદેશી દારૂ મંગાવનાર ધીરેન અમૃતલાલ કારિયા (રહે.જૂનાગઢ), શ્યામ આહીર (રહે ગોંડલ), ધીરેન કારિયાનાં ડ્રાઈવર ઉદય દવે (રહે.જૂનાગઢ), ડ્રાઈવર રાહુલ અને આઇશર માલિક તેમજ દારૂ મંગાવનાર અને મોકલનાર મળી કુલ આઠ શખ્સોના નામ ખુલતા તેઓને વોન્ટેડ જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી ધીરેન કારિયા અને કલ્પેશ હર્ષદભાઈ લગારીયા વિરૂદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ નોધાઇ ચૂક્યા છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

આ કામગીરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય ની સુચનાથી ડીવાયએસપી કે ટી કામરિયા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. એ.જાડેજા ની ટીમ દ્વારા આઇશર ટ્રક પકડી પાડવામાં આવ્યું હતું એટલું જ નહિ રાજકોટ નાં પડધરી નજીકથી પણ આં જ આરોપીઓની 144 પેટી ભરેલ બોલેરો કાર ને પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી પકડી પાડવામાં આવ્યા છે ઉલ્લેખનિય છે કે આ દારૂ મંગાવનાર ધીરેન કારિયા મૂળ જૂનાગઢનો છે અને આગાઉ પણ અનેક વખત વિદેશી દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે ત્યારે મોડી રાત્રીના જુદી જુદી બે જગ્યાએ મળી રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલને કુલ 544 પેટી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!