ગુજરાત એટીએસ દ્વારા અન્યદેશ માંથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયત્ન કરતા તત્વોની કમર તોડી નાખી છે તો ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ પણ દેશમાં રહીને દારૂ,જુગાર ,ખનીજ ચોરી જેવા ગુનાઓ આચરીને દેશ ને આર્થિક અને સામાજિક નુકશાન કરતા ઇસમોને દેશના કોઈ પણ ખૂણામાંથી ઝડપી લેવામાં આવી રહ્યા છે.
જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ઓનલાઇન સટ્ટા કેસમાં ફરાર આરોપીની શોધખોળ કરી રહી હતી ને દરમિયાન બાતમી મળી હતી કે આરોપી નિલેશ પ્રવીણ રામી હાલમાં ઉતરાખાંડ રાજ્યના કેદાર નાથ બદ્રી નાથ માં છે જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ કેદારનાથ બદ્રીનાથ જવા રવાના થઈ હતી જે દરમિયાન આરોપીને સતત ટ્રેક કરતી ટીમને ઋષિકેશ પહોચતા જ જાણવા મળ્યું હતું કે આરોપી ઋષિ કેસ ખાતે આવેલ ત્રિહરી હોટેલ માં રોકાયેલ છે જેથી smc ટીમ દ્વાર તાત્કાલિક બાતમી મુજબની જગ્યાએ પહોંચી ને તપાસ કરવામાં આવતા આરોપી નિલેશ રામી ત્યાં મળી આવ્યો હતો જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસ મથકે નોંધ કરાવીને આરોપીને ઝડપી પાડીને ગુજરાત લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જ્યાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી હવે આરોપી ફરાર હતો ત્યારે ક્યા રોકાયો હતો તેમજ ગુનામાં અન્ય કોણ કોણ શામેલ છે અને ફરાર રહેવામાં તેને કોને કોને મદદ કરી હતી તેવા અનેક સવાલોના જવાબ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.