Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન મેડિકલ કોલેજ: વધુ ૨૫ વીઘા...

મોરબીમાં ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન મેડિકલ કોલેજ: વધુ ૨૫ વીઘા જમીન ફાળવવામાં આવી

પેહલા મેડિકલ કોલેજના નિર્માણ માટે ૫૦ વીઘા જમીન ફાળવવામાં આવી હતી જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી વધુ ૨૫ વીઘા જમીન મેડિકલ કોલેજ માટે ફાળવાઇ છે જેથી કુલ ૭૫ વીઘા જમીનમાં મેડિકલ કોલેજ નિર્માણ પામશે જે નિર્માણ કાર્ય નુ ટુંક સમયમાં જ ખાત મુર્હૂત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહીવટીતંત્રની કાર્યશીલતાને સફળતા સ્વરૂપે મોરબીને મેડિકલ કોલેજ મળી છે જેમાં ચાલુ વર્ષે જ નવું સત્ર શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં મોરબીની ગિબ્સન સ્કૂલ ખાતે કામચલાઉ ધોરણ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે.

મોરબીમાં ૫૦૦ કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન મેડિકલ કોલેજના નિર્માણ કાર્યનું સંભવિત ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે તેવું બ્રિજેશભાઈ જણાવ્યું હતું. વધુમાં મોરબી મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં ૫૦ વીઘા જમીન ફાળવવામાં આવી હતી મંત્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતો તથા કાર્યશીલતાના પગલે મોરબી મેડિકલ કોલેજ માટે વધારે ૨૫ વીઘા જમીન ફાળવવામાં આવી છે જેથી ૭૫ વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવન માટે વધારે અવકાશ મળી શકશે તેમજ મોરબીમાં અદ્યતન મેડિકલ કોલેજ બનવાથી મોરબી જિલ્લાના લોકોને આનો લાભ મળશે અને સુખાકારીમાં પણ વધારો થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!