હળવદના શક્તિનગર નજીક સ્ટેટ વિજિલન્સની ટિમ દ્વારા ૮.૧૫ લાખના વિદેશી દારૂ સાથે ૧૧.૩૧ લાખના મુદામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હળવદ પોલીસમથકે ગુનો નોંધ્યો : ડ્રાઈવર દ્વારા બિસ્કિટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનો સ્ટેટ વિજિલન્સની તપાસમાં ખુલાસો થયો.
મોરબી માળીયા પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા મોડી રાત્રીના હળવદના શક્તિનગર નજીક મેટાડોર નમ્બર UP 14 GT 1981 ને રોકી અને તલાશી લીધી હતી જેમાં પ્રથમ બિસ્કિટના માલનું બિલ ડ્રાઇવર દ્વારા બતાવવામાં આવ્યું હતું પરન્તુ બાદમાં મેટાડોર ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું હતું
જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિદેશી દારૂના એપિસોડ અને રોયલ ચેલેન્જ સહિતની જુદી જુદી બ્રાન્ડની ૧૮૯ પેટી વિદેશી દારૂ મેટાડોરમાંથી મળી આવ્યો હતો જેની ગણતરી કરતા કુલ મળી ૨૨૬૭ નંગ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા૮.૧૫૦૦૦/- અને મેટાડોર કિંમત રૂપિયા ૩,૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૧,૩૧,૦૦૦/-ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને મેટાડોર ચાલક કિરણજીતકુમાર મહેરા રહે બિહાર અને ક્લીનર જ્ઞાનચંદ લક્ષમણદાસ પંચાલ રહે હરિયાણાની ધરપકડ કરી હતી જેમાં બાદમાં સ્ટેટ વિજિલન્સના પોલીસકર્મી મહેન્દ્રસિંહ દ્વારા હળવદ પોલીસમથકે ફરીયાદ નોંધાવી અને મેટાડોર ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે જો કે મોરબી ની ચૂંટણી સમયે જ આ રીતે ખુલ્લે આમ દારૂ લઈ અવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આ દારૂનો જથ્થો કોના દ્વારા મોકલાયો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની આગળની વધુ તપાસ હળવદ પોલીસે હાથ ધરી છે