Friday, October 25, 2024
HomeGujaratમોરબીના શનાળા રોડ માધવમાર્કેટના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી,ફરિયાદ નોંધાઈ

મોરબીના શનાળા રોડ માધવમાર્કેટના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી,ફરિયાદ નોંધાઈ

પતિ-પત્ની બાઇક પાર્ક કરીને શાકભાજી લેવા ગયા પાછળથી તસ્કર બાઇક હંકારી ગયા

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ સ્થિત નવા બસ સ્ટેન્ડ બાજુમાં આવેલ માધવ માર્કેટના ખુલ્લા પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ સેન્ટીંગ કામ કરતા યુવકના બાઇકની કોઈ અજાણ્યો વાહન ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા વાહન ચોર ઈસમ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીની અવની ચોકડી નજીક આવેલ મયુરપાર્ક સોસાયટીમાં રહેતા અરજણભાઈ પરષોત્તમભાઈ ડાભી ઉવ.૩૮ અને તેમના પત્ની ગત તા.૧૮/૦૯ના રોજ સરદાર બાગ સામે ભરાતી શકમારજેટમાં શાકભાજી લેવા પોતાના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એન-૩૦૭૯માં ગયા હતા. ત્યારે અરજણભાઈએ પોતાનું બાઇક સુપર માર્કેટની લગોલગ આવેલ માધવમાર્કેટના પાર્કિંગ એરિયામાં પાર્ક કર્યું હતું, જે બાદ અરજણભાઈ અને તેમના પત્ની શાકભાજી લઈને પરત આવ્યા ત્યારે ઉપરોક્ત જગ્યાએ પાર્ક કરેલ બાઇક ત્યાં મળી ન આવતા આજુબાજુમાં તપાસ કરતા બાઇક મળ્યું નહીં જેથી લરથમ બાઇક ચોરી માટે ઈ-એફઆઈઆર બાદ મોરબી સીટી એ ડિવિઝનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!