Tuesday, October 8, 2024
HomeGujaratહળવદમાં ઘર પાસે પાર્ક કરેલ પશુપાલનના ધંધાર્થીના મોટર સાયકલની અજાણ્યા ઈસમ દ્વારા...

હળવદમાં ઘર પાસે પાર્ક કરેલ પશુપાલનના ધંધાર્થીના મોટર સાયકલની અજાણ્યા ઈસમ દ્વારા ચોરી

હળવદ સરકારી દવાખાનાની પાછળ ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ધોળા દિવસે ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

હળવદના સરકારી દવાખાના પાછળ આવેલ ભવાની મેડીકલની બાજુમાં રહેતા પશુપાલનના ધંધાર્થીએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હળવદ સરકારી દવાખાનાની પાછળ ભવાની મેડીકલ સ્ટોર્સની બાજુમાં રહેતા સતિષભાઈ કરશનભાઇ ખાંભલા ઉવ.૩૩ એ ગત તા.૦૬/૧૦ના રોજ સવારના ૧૦.૩૦વાગ્યાની આસપાસ પોતાના ઘરની બાજુમાં આવેલ શેરીમાં પોતાનું હીરો હોન્ડા કંપનીનું મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-ક્યુક્યુ-૬૨૫૯ વાળું પાર્ક કરીને ઘરમાં ન્હાવા માટે ગયા હતા, જ્યાંથી ૧૧ વાગ્યે ઘરની બહાર આવી જોતા ઉપરોક્ત મોટર સાયકલ પાર્ક કરેલ જગ્યાએ જોવાના ન આવતા સતિષભાઈએ ઘરની આજુબાજુ તપાસ કરતા પોતાનું મોટર સાયકલ મળી ન આવતા પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી સામે ગુનો નોંધી ચોરી થયેલ મોટર સાયકલની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!