મોરબી શહેર વોર્ડ નં ૧ની મારુતિપાર્ક, કૃષ્ણનગર અને ન્યૂ કુબેરનગરને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ ખુલ્લા વોકળા ઉપર રૂ.૮૪ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ કશ્યપભાઈ શુકલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ મંત્રી જેઠાભાઈ મિયાત્રા તેમજ દિપકભાઈ અંદરપા, જયદીપભાઈ દેત્રોજા અને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને આ વિસ્તારના સક્રિય આગેવાન ઉગાભાઈ આહીર, ભારતીબેન રાછ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.