હળવદ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદમાં વિવિધ સ્થળોએ શેરી નાટક તેમજ કઠાપૂતળી (પપેટ) શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના હળવદ શહેર ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત શહેરીજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા બસ સ્ટેશન અને શાળાઓ સહિત વિવિધ સ્થળો પર સ્વચ્છતાની થીમ સાથે શેરી નાટક તથા પોપટ શો કરવામાં આવ્યા હતા. જેમાં પરંપરાગત માધયમો થકી અનેક લોકો સુધી સ્વચ્છતા બાબતનો જાગૃતિ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.