ટંકારા નજીક કમફર્ટ રિસોર્ટ હોટેલમાં ઝડપાયેલ હાઈ પ્રોફાઈલ જુગારધામ મામલે SMC ટીમને તપાસ સોંપાઈ હતી જે તપાસના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પીઆઈ તેમજ હેડકોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વિગત મુજબ દોઢ માસ પહેલા ટંકારાના કંફોર્ટ રિસોર્ટ ખાતે ટંકારા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ટોકન સિસ્ટમ આધારિત હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું જેમાં રાજકોટ મોરબી જામનગર ના મળી કુલ નવ જેટલા જુગારીઓઓને ૬૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જોકે આ દરોડામાં ઝડપાયારેડ થઈ બાદમાં જ તુરંત જ આ જુગાર કેસમાં ગેરરીતિ ની ચર્ચાએ જોર પકડ્યું હતું અને આ મામલે ડીજીપી વિકાસ સહાય દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને મોરબી એલસીબી ને તપાસ સોંપાઈ હતી બાદમાં SMC ટીમને તપાસ સોંપવામાં આવી હતી.જેને લઇને ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ ના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયા દ્વારા જૂગાર ના સ્થળ કં ફોર્ટ રિસોર્ટ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં પંચો,સાક્ષીઓ અને રેડ કરનાર ટીમના નિવેદનોની તપાસના આધારે તત્કાલીન પીઆઈ અને હેડકોન્સ્ટેબલ ની ગેરરીતિ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે .જેમાં જુગાર ધામમાં રેડ કરનાર ઇન્ચાર્જ ટંકારા પીઆઈ વાય.કે.ગોહીલ ને સસ્પેન્ડ કરી અરવલ્લી અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દાહોદ બદલી કરવામાં આવી છે.આ કાર્યવાહીને લઇને પોલીસ બેડામાં પણ ખડભળાટ જોવા મળી રહ્યો છે.