Wednesday, February 11, 2026
HomeGujaratમોરબીમાં મિલકતવેરા શાખાની કડક કાર્યવાહી, વેરો ન ભરનાર ૩૭ આસામીની મિલકત સીલ

મોરબીમાં મિલકતવેરા શાખાની કડક કાર્યવાહી, વેરો ન ભરનાર ૩૭ આસામીની મિલકત સીલ

મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી ટેક્સ વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી વેરો ભરપાઈ ન કરનાર ૩૭ આસામીની મિલકત સીલ કરી હતી. આ દરમિયાન શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી રૂપિયા ૪.૬૦ કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવિષ્ટ મિલકત આસામીઓ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના મિલકતવેરા સહિત વિવિધ પ્રકારના ટેક્સની બાકી ભરપાઈ ન કરવામાં આવતાં મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મિલકતવેરા શાખાના કર્મચારીઓ દ્વારા નિયમિત વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તાજેતરમાં વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગત અઠવાડિયા દરમિયાન મિલકતવેરો ન ભરનાર કુલ ૩૧૨ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ વોરંટ બજવણી છતાં વેરો ભરપાઈ ન કરનાર ૩૭ આસામીની મિલકત મોરબી મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શહેર વિસ્તારમાંથી રૂ.૨,૪૮,૪૦,૫૦૩/- તથા જુદા-જુદા કલસ્ટર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રૂ.૨,૧૨,૮૩,૮૪૪/-ની આવક મિલકતવેરા શાખાને પ્રાપ્ત થઈ હતી.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ વોરંટ બજવણી અને સીલિંગની કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રહેશે. આથી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા અને મિલકતવેરો બાકી ધરાવતા તમામ આસામીઓને સત્વરે વેરો ભરપાઈ કરવા જાહેર અપીલ કરવામાં આવી છે. મિલકતવેરો તથા વ્યવસાયવેરો ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ ઓફલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહાનગરપાલિકા ઓફિસમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી ઈસી તથા પીઓએસ મશીન દ્વારા ચુકવણી કરી શકાય છે. ઉપરાંત શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કુલ ૧૧ કલસ્ટર ઓફિસોમાં સવારે ૧૦.૩૦ થી સાંજના ૪.૦૦ કલાક સુધી ટેક્સ સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ https://mmcgujarat.in તથા Play Store પર ઉપલબ્ધ “Morbi Municipal Corporation” મોબાઇલ એપ્લિકેશન મારફતે પણ નાગરિકો સરળતાથી ઓનલાઈન મિલકતવેરો અને વ્યવસાયવેરો ભરી શકે છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને ઝડપી સેવાઓ મળી રહે તે હેતુથી તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને સમયસર વેરો ભરપાઈ કરવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!