કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોરબી સહિત ૩૬ શહેરોમાં મીની લોકડાઉનની મુદ્દતમાં વધારો કરી આ મીની લોકડાઉન ૧૮મે સુધી લંબાવાયુ છે. પોલીસ દ્વારા જાહેરનામા તથા કોરોના ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે શુક્રવારે ૨૪ કલાક દરમ્યાન મોરબી જિલ્લાના શહેરો-તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ કુલ ૩૩ લોકો સામે કેસ કરી કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મીની લોકડાઉન દરમ્યાન આવશ્યક કેટેગરીની વ્યાખ્યામાં ન આવતાં હોવા છતાં હેરકટિંગ સલૂન ખુલ્લું રાખતા ૧, કપડાંની દુકાન ખુલ્લી રાખતા ૧, હાર્ડવેરની દુકાન ખુલ્લી રાખતા ૧, દૂધની ડેરીમાં મીઠાઈ વેંચતા ૧ વેપારી સામે, ફ્રુટની રેંકડી પર વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ ૧, ચાની રેંકડી ખુલ્લી રાખતા ૧ ધંધાર્થી સામે, રાત્રી કરફ્યૂનો ભંગ કરવા બદલ ૨ નાગરિક સામે તથા બી ડિવિઝન પોલીસે માસ્કવિના જાહેરમાં ફરતા ૧ નાગરિક સામે, સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાંનો ભંગ કરીને વધુ પેસેન્જર બેસાડવા બદલ ૨ રીક્ષાચાલક સામે, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતાં ૬ નાગરિકો સામે, જ્યારે મોરબી તાલુકા પોલીસે માસ્કવિના રીક્ષા ચલાવતા તથા વધુ પેસેન્જર બેસાડતા ૧ રીક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે વધુ લોકો એકઠા કરવા બદલ તથા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા ભંગારનો ડેલો ધરાવતાં ૧ ધંધાર્થી, પાનની દુકાન ધરાવતા ૧ ધંધાર્થી સામે, માસ્કવિના તથા માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા તથા વધુ પેસેન્જર બેસાડીને રીક્ષા ચલાવતા ૧ રિક્ષાચાલક, ઘૂઘરા સેન્ટરના ૧ સંચાલક સામે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડતા ૩ રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા ૧ નાગરિક સામે તથા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં ચૂક કરનાર તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા ૧ ચાના ધંધાર્થી, ૨ પાન-માવાના ધંધાર્થી સામે જ્યારે ટંકારા પોલીસે વધુ પેસેન્જર બેસાડવા બદલ તથા કોવિડ નેગેટિવ ટેસ્ટ સાથે રાખ્યાવિના રીક્ષા ચલાવતા ૨ રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે ૧ રિક્ષાચાલક સામે અને ફ્રુટની ફેરી કરતા ૧ ફેરિયા સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી ઉક્ત વાહનો ડિટેઇન કરી જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.