કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગઈકાલે મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ કર્ફ્યુ જાહેરનામાં તથા કોરોના ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે જેમાં મોરબી જિલ્લામાં ગઈકાલે ૨૪ જેટલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગઈકાલે ૨૪ કલાક દરમ્યાન મોરબી સીટી. એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીની લોકડાઉન દરમ્યાન પાનની દુકાન ખુલ્લી રાખતા ૧ ધંધાર્થી સામે, રેડીમેઈડ કપડાંની દુકાન ખુલ્લી રાખતા ૨ વેપારી સામે, વધુ ગ્રાહકો એકઠા કરતાં શાકભાજીની રેંકડીવાળા ૨ ફેરિયા સામે તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક પહેર્યા વિના જાહેરમાં નીકળતા ૧ નાગરિક સામે, મીની લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરીને ચાની કેબીન ખુલ્લી રાખતા એક ધંધાર્થી સામે, માસ્ક પહેર્યાવિના બાઈક ચલાવતાં ૧ બાઈકચાલક સામે, સોશિયલ ડિસ્ટનસના નિયમનો ભંગ કરીને વધુ પેસેન્જર બેસાડતા ૩ રિક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરીને એક્ટિવા સ્કૂટર લઈને નીકળેલા એક નાગરિક સામે, રાત્રી કર્ફ્યૂમાં કોઈ વ્યાજબી કારણ વગર બહાર લટાર મારવા નીકળેલા ૨ નાગરિકો સામે જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન કર્યા વગર વધુ મુસાફરો બેસાડતા ૧ ઇકો કારચાલક સામે, ૧ રિક્ષાચાલક સામે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસો કરી, જે તે વાહનો ડિટેઇન કર્યા હતાં જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વગર તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતાં તથા વેપારના સ્થળે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતા ૨ પાનની દુકાનના ધંધાર્થી સામે, ૧ ભેળની રેંકડીધારક સામે, ૧ સેલ્સ એજન્સીના સંચાલક સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસે માસ્ક પહેર્યાવિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નિષ્ફળ જનાર ૧ દુકાનદાર સામે, ૧ કપડાના વેપારી સામે જ્યારે ટંકારા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૧ રીક્ષા ચાલક સામે જાહેરનામાં ભંગના વિવિધ કલમો હેઠળ કેસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.