Thursday, March 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં કર્ફ્યુ જાહેરનામા તથા કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરનારા ૩૭ લોકો વિરુદ્ધ...

મોરબી જિલ્લામાં કર્ફ્યુ જાહેરનામા તથા કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરનારા ૩૭ લોકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી

મોરબીમાં કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાત્રી કર્ફ્યુ તથા આંશિક લોકડાઉન લગાવવામાં આવેલ છે. પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઇન અને જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે જેમાં ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કર્ફ્યૂ દરમ્યાન ગાંઠિયાની રેંકડી ખુલી રાખતા ૩, ચાની રેંકડી ખુલી રાખતા ૧, કપડાની રેંકડી લઈને ફરતા ૫, વાસણની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના શાકભાજીનું વેંચાણ કરતા ૧, માસ્કવિના જાહેરમાં ફરતા ૨, તથા બી.ડીવી. પોલીસે મીની લોકડાઉન દરમ્યાન ઇલેક્ટ્રિકની દુકાન ખુલ્લી રાખતા ૧, હાર્ડવેરની દુકાન ખુલ્લી રાખતા ૧, ઓટોમોબાઇલની દુકાન ખુલ્લી રાખતા ૨, શાકભાજીની રેંકડીએ વધુ લોકો એકઠા કરતા ૧, કરીયાણાની દુકાને વધુ ગ્રાહકો એકઠા કરતા ૧, ઓટો રિક્ષામાં નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ૧, અગત્યના કામ વગર રાત્રી કરફ્યૂમાં બહાર નીકળેલા ૪ લોકો, મોરબી તાલુકા પોલીસે માસ્કવિના પિકઅપ વાહન ચલાવીને વધુ પેસેન્જર બેસાડતા ૧ સામે કેસ કરી વાહન ડિટેઇન કર્યું હતું. જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક વિના રીક્ષા ચલાવતા તથા માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા ૩, માસ્ક પહેર્યા વિના દુકાને બેસીને વેપાર કરતા તથા દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા ૧, જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે કોરોના ટેસ્ટ કરાવ્યા વિના દુકાને બેસીને વેપાર કરતા ૧, ટંકારા પોલીસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૩ રિક્ષાચાલક સામે, જ્યારે માસ્કવિના જાહેરમાં ફરતા ૧ સામે, માળીયા મિયાણા પો.સ્ટે.વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરાવ્યા વિના પાનની દુકાને વેપાર કરતા ૧, વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૨ રિક્ષાચાલક તથા હળવદ પોલીસે માસ્ક વિના ફરતા ૧ નાગરિક સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!