મોરબી શહેર તથા જીલ્લામાં કર્ફ્યૂ તથા ગાઈડલાઈનનો ભંગ કરનારા ૩૫ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ગઈકાલે શુક્રવારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિના ફરતા ૮, કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખવા બદલ ૪, કર્ફ્યૂ દરમ્યાન જાહેરમાર્ગો ઉપર બિનજરૂરી આંટાફેરા કરવા બદલ ૫ લોકો સામે તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કરફ્યૂ દરમ્યાન દુકાન ખુલ્લી રાખવા બદલ ૨ વેપારીઓ સામે તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩ લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે વાંકાનેર સીટી પોલીસે કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખવા બદલ ૧ માસ્ક વગર બહાર નિકળેલા અથવા દુકાને બેસેલા ૨ નાગરિકો સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩ લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. ટંકારા પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩,માળીયા(મી.) પોલીસે માસ્ક વિના તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૨ સામે, હળવદ પોલીસે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૨ લોકો સામે કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ શુક્રવારે દિવસ-રાત દરમ્યાન કુલ ૩૫ લોકો સામે આઈપીસી કલમ ૧૮૮ , ૨૬૯, ૨૭૦, તથા એપિડેમીક ડીસીઝ એકટની કલમ ૩ તથા ૩(૧) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૧(બી) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.