મોરબી : મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાન્ચના જણાવ્યા મુજબ તાજેતરમાં હાઇકોર્ટે અને સરકાર દ્વારા ફાયર એનઓસી અને હોસ્પિટલમાં આઈસીયુને ગાઉન્ડ ફ્લોરમાં ખસેડવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત આઈ.એમ.એ.ની રાજ્યવ્યાપી હડતાલને પગલે આવતીકાલે તા22ને શુક્રવારે મોરબીની તમામ ખાનગી હોસ્પિટલમાં હડતાલ પાડવામાં આવશે. જેમાં ખાનગી હોસ્પિટલમાં ઓપીડી, ઓપરેશન, ઇમરજન્સી સહિતની તમામ તબીબી સુવિધાઓ બંધ રહેશે. આ હડતાલને લઈને મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશને તમામ દર્દીઓને આવતીકાલે એલ દિવસ માટે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવેલ છે.