મોરબીની ખાનગી શાળામાં આવેલ સ્વિમિંગ પુલમાં ગઈકાલે વિધાર્થીના ડૂબવાનો બનાવ સામે સામે આવ્યો છે જેને લઈને ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીમાં આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં દશમાં ધોરણમાં ભણતા પ્રીત ફળદુ નામના ૧૬ વર્ષીય વિધાર્થીનું ગઈકાલે સ્કૂલમાં આવેલ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે.ત્યારે આ બનાવ ગઈકાલે બપોરના સમયે બન્યો હતો.જે બાદ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પરિવારે શંકા વ્યક્ત કરતા વિશેરા પણ લેવામાં આવ્યા છે જે બાદ મૃતદેહ ને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો અને પરિવારનો મૃતદેહને લઈને અંતિમવિધિ માટે પોતાના વતન જૂનાગઢ ખાતે ગયા છે.
ત્યારે આ બનાવ મામલે શાળા ના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિધ્યાથી છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ કરે છે.ગઈકાલે પણ તે પોતાના મિત્રો સાથે સ્વિમિંગ કરતો હતો અને કોચ પણ ત્યાં હાજર હતા.મૃતકને કોચ દ્વારા ફ્લોટર (તરવામાં મદદ કરતું સાધન) લેવા માટે તેને જણાવવામાં આવ્યું હતું પરંતુ તેને તરતા આવડતું હોય જેથી તેને તે લેવાની ના પાડી હતી અને સામાન્ય રીતે તરતા શીખી ગયા પછી ફ્લોટર નો ઉપયોગ કરતા નથી.પછી મૃતક વિધાર્થી સ્વિમિંગ પુલમાં ઉભા ઊભા તેના મિત્ર સાથે વાત કરતો હતો અને એ જ રીતે પાણીમાં ચાલીને તે થોડો પાછળ ગયો અને પાણીમાં અંદર ગયો ત્યારે મિત્રોને લાગ્યું કે એ મસ્તી કરી રહ્યો છે પરંતુ સામાન્ય કરતા વધુ સમય વિતી ગયો હોવાથી કોચ સહિતના મિત્રોએ પાણીમાંથી મૃતકને બહાર કાઢ્યો હતો અને તેને CPR આપવામાં આવ્યું હતું અને 108 ને ફોન કરવામાં આવ્યો પરંતુ કોઈ કારણોસર 108 માં સરખી વાત થઈ ન હતી.તે દરમિયાન તેના નાક માંથી લોહી વહેવા લાગ્યું અને તેને ઉલટી પણ થઈ જે બાદ તેને ખાનગી કારમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સાથે જ ટંકારા પોલીસને પણ જાણ કરવામાં આવી. વિધાર્થી મૃત જાહેર થતા તેને સ્વીવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો અને પ્રાથમિક તપાસમાં આ મોત ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.તેમજ મૃત્યુ પહેલા તેની કોઈ તબિયત લથડી હતી કે શું સચોટ કારણ જાણવા ત્યાં તેના વિશેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યા છે.હાલ ટંકારા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.