ઉતરાયણ પર્વ નજીક આવતા બાળકોને પતંગ અને દોરાને લઈને ઉત્સુકતા જોવા મળતી હોય છે.ત્યારે વિદ્યાર્થી એકતા સંગઠને ઓટાળા પ્રાથમિક શાળાના બાળકોને રંગબેરંગી પતંગો આપવામાં આવી હતી.તેમજ મકર સંક્રાતિના તહેવાર નિમિતે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવવા સાથે સાવચેતી રાખવા સમજણ આપવામાં આવી હતી.
વિધાર્થી એકતા સંગઠને ઓટાળા પ્રાથમિક શાળાના બાળકોને રંગબેરંગી પતંગો આપી આકાશી પર્વની સાથે સાવચેતી રાખવા સમજણ આપવામાં આવી હતી. ટંકારા તાલુકાના ઓટાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ બેચર ધોડાસરા દ્વારા શાળામાં અભ્યાસ કરતા ભુલકાઓ માટે રંગબેરંગી પતંગો આપવામાં આવી હતી. તેમજ ઉતરાયણ પર્વ દરમિયાન કાળજી રાખવા અંગે વિસ્તૃત માહિતી આપી મકર સંક્રાતિના તહેવાર નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળાના આચાર્ય કુંડાલિયા સુનિલ સાહેબ સહિતના શિક્ષકોએ વિદ્યાથીઓને માર્ગદર્શન આપ્યું હતું.