Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં મેડિકલનો ફી વધારો મોકૂફ રખાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો...

મોરબીમાં મેડિકલનો ફી વધારો મોકૂફ રખાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો ઋણ સ્વીકાર કર્યો

મોરબીમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કરેલો ફી વધારો પાછો ખેંચવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરતા સરકાર દ્વારા ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ

- Advertisement -
- Advertisement -

GMMRS મેડિકલ કોલેજના ફી વધારા મુદ્દે ૩૩ જિલ્લામાંથી સૌ પ્રથમ મોરબી જિલ્લામાંથી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રજુઆત બાદ અન્ય જિલ્લામાંથી રજુઆતો થયેલ હોય રજુઆત અને સફળતા મળતા મોં મીઠા કરાયા

મોરબી,હાલ મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં ખુબજ અસમાનતા જોવા મળે છે, સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે, છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે એમાંય વળી હમણાં જ જીએમઆરએસ ૧૩ મેડિકલ કોલેજોની,સરકારી કવોટાની ૬૭ % એટલે કે ૫.૫૦ લાખ જ્યારે મેનેજમેન્ટ કોટાની ૮૮% એટલે કે ૧૭.૦૦ લાખ અચાનક જ અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે.જેના કારણે આમારા બાળકોનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જશે કારણ કે ટૂંક સમયમાં એટલી મોટી રકમની વ્યવસ્થા કરવી એ કોઈપણ વાલી માટે, જે મધ્યમ વર્ગ છે એમના માટે અશક્ય છે. અચાનક ફી વધારાને કારણે ગુજરાતના હજારો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું પોતાનું સપનું સાકાર કરી શકે તેમ ન હોય આ અસહ્ય ફી વધારાને અટકાવીને હજારો વિદ્યાર્થીઓનું ભાવી સુનિશ્ચિત કરવા ઘણાં બધાં વાલીઓ વિદ્યાર્થીઓએ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીને અંગત ભલામણ કરવા આવેદન અપાયું હતું, દુર્લભજીભાઈ દેથરીયાએ રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુબજ સરસ રીતે સાંભળ્યા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતેં પૂરતા પ્રયત્ન કરવામાં આવશે એવી ખાત્રી આપી હતી.તેમજ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પત્ર લખી અંગત ભલામણ પણ કરી અને એમના અંગત પી.એ.સાથે ટેલિફોનિક વાત પણ કરી હતી.આવી રજૂઆત થતા સરકાર દ્વારા ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા અને સરકાર અને દુર્લભજીભાઈ દેથરીયાને પેંડા ખવડાવી મોં મીઠા કરી આભાર પ્રકટ કર્યો છે.આ તકે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!