મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક સુપર માર્કેટના પાર્કિંગમાં પાર્ક કરેલ વિદ્યાર્થીના બાઇકની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પ્રભુકૃપા સોસાયટી શુભ પેલેસ બ્લોક નં.૧૦૩માં ભાડે રહેતા મૂળ મોટી મોણપરી તા.વિસાવદર જી.જૂનાગઢના વતની પાર્થભાઈ રમેશભાઈ સાવલીયા ઉવ.૨૩ ગત તા.૦૩/૧૦ના રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ૧૦ વાગ્યે સુપર માર્કેટમાં આવેલ નવકાર કોમ્પ્યુટર ક્લાસિસમાં ગયા હતા, ત્યારે તેમને પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૧-જેડબ્લ્યુ-૫૦૬૮ સુપર માર્કેટના ગેટ નં.૧ ની પાસે પાર્કિંગ એરિયામાં પાર્ક કરીને તેઓ ક્લાસિસમાં જતા રહ્યા હતા, કલાસીસ પૂર્ણ કરી જ્યારે તેઓ ૧૨ વાગ્યે પરત આવ્યા ત્યારે જે જગ્યાએ બાઇક પાર્ક કર્યું ત્યાં જોવા ન મળતા, બાઇકની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે આજુબાજુમાં બાઇક અંગે તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી પ્રથમ પાર્થભાઈએ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.