Monday, December 23, 2024
HomeGujaratમોરબીની બિલિયા શાળાના વિદ્યાર્થીઓએ ચન્દ્રયાન-૩ ના સફળતાપૂર્વક લેન્ડિંગને નિહાળ્યું

મોરબીની બિલિયા શાળાના વિદ્યાર્થીઓએ ચન્દ્રયાન-૩ ના સફળતાપૂર્વક લેન્ડિંગને નિહાળ્યું

મોરબી,ચંદ્રયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થાય અને ભારતની સફળતામાં એક વધુ છોગું ઉમેરાય અને વિશ્વના અગ્રીમ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરે એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા હોય ત્યારે વૈજ્ઞાનિકોની મહેનતની સફળતાને માણવા અને જાણવાની દેશભરની સાથે મોરબીની બિલિયા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા સમયબાદ પણ શાળામાં રોકાઈને ચંદ્રયાન-૩ સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ પ્રક્રિયા નિહાળી હતી .

- Advertisement -
- Advertisement -

આ તકે શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાએ ચંદ્રયાન અંગે બાળકોને જાણકારી આપી હતી રશિયાનું ચંદ્રયાન લ્યુના નિષ્ફળ થયેલું હોય પણ ભારતનું મુન મિશન સફળ થાય એ માટે વિક્રમ લેન્ડર સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થાય એ માટે વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્તેજના હોય રસપૂર્વક વિદ્યાર્થીઓએ ઈસરોના ભારતના મુન મિશનની સફળતાને નિહાળી ગર્વ અનુભવ્યો હતો અને જય વિજ્ઞાન..જય..હિન્દુસ્તાન.. ના જયઘોષ સાથે સફળતાને વધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!