હળવદની તક્ષશિલા સ્કુલના વિદ્યાર્થીઓએ જિલ્લા રમતગમત કચેરી આયોજિત મોરબી જિલ્લા કક્ષાની અન્ડર- 19ની જૂડો રમતની સ્પર્ધામાં વિવિધ વેઈટ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જેમાં લાઈટવેઈટ કેટેગરીમા પટેલ દિયા, ગોલતર આરતી અને સોલંકી જિજ્ઞાસાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.
જ્યારે મિડલ વેઈટ કેટેગરીમાં સથવારા ભૂમિ, આચાર્ય વૈદેહીએ અને હેવી વેઈટ કેટગરીમાં સતવારા કોમલ અને સથવારા વંશિકાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ભાઈઓની જૂડો સ્પર્ધામાં લાઇટ વેઈટ કેટેગરીમાં બામણિયા યોગેશ, સોફાત્રા હરિ, પરમાર હર્ષદ અને મિડલ વેઈટ કેટેગરીમાં ગઢવી ધમભા, સોલંકી સુરેશ અને હેવીવેઈટ કેટેગરીમા ચૌહાણ પૃથ્વીરાજ, કાઠિયા ગજેન્દ્ર રાજ્ય કક્ષાની જૂડો સ્પર્ધા માટે પસંદ થયા હતા. આમ તક્ષશિલા સ્કુલના ચૌદ વિદ્યાર્થીઓ આગામી ડિસેમ્બરના અંતમાં વલસાડ ખાતે યોજાનાર સ્ટેટ લેવલની જૂડો સ્પર્ધા માટે પસંદ થતા જૂડો કોચ પૂજાબેન ઓરા અને સ્પોર્ટસ કોચ પ્રકાશ જોગરાણા સરે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.









