Friday, March 29, 2024
HomeGujaratહળવદ પંથકમાં શીતલહેર વહેલી સવારે રોડ રસ્તા ઉપર ધુમ્મસની ચાદર છવાયેલી દ્રશ્યમાન

હળવદ પંથકમાં શીતલહેર વહેલી સવારે રોડ રસ્તા ઉપર ધુમ્મસની ચાદર છવાયેલી દ્રશ્યમાન

હળવદ તાલુકા અને શહેરના મુખ્ય માર્ગો ઉપર હવે રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. મોડી રાતે કડાકા સાથેની ઠંડી સાથે ઝાકર અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ રોડ ઉપર જોવા મળ્યું હતું. આ સાથે હળવદ તાલુકા શહેરમાં બોકાસો‌‌ બોલાવતી ઠંડી જોવા મળે છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકા અને શહેરમાં ઠંડીનો લોકો એહશાશ કરી રહ્યા છે. રાત્રી દરમ્યાન શીતલહેર સાથે ઠંડા પવન અને ઝાકર અને વહેલી સવારે મુખ્ય માર્ગો ઉપર ગાઢ ધુમ્મસને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ધુમ્મસને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે હેડલાઇટો ચાલુ રાખી વાહન ચાલવા ફરજ પડે છે. તો વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સેવાઇ રહ્યો છે. હળવદ પંથકમાં આમ તો બેવડું વત્તાવાણ જોવા મળે છે. 12.00 વાગ્યા બાદ ગરમીનો માહોલ હોય છે, તો રાત્રીના ઠંડીને કારણે વાઇરલ બીમારી દર્દીઓ પંથકમાં જોવા મળે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!