Saturday, January 11, 2025
HomeGujaratનવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ અપાઈ

નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ અપાઈ

ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (“ગીર”) ફાઉન્ડેશન દ્વારા મોરબી જિલ્લાના કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે Sustainable Lifestyle પ્રેકટીસસ અંગેની તાલીમ કાર્યશાળા હિંગોળગઢ અભયારણ્ય ખાતે યોજવામાં આવે છે. જેમાં નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી હતી.

- Advertisement -
- Advertisement -

“ગીર” ફાઉન્ડેશન ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (“ગીર”) ફાઉન્ડેશન દ્વારા સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે ગ્રીનિંગ ટેકનિક્સ, ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સ્થાનિક જૈવિક વિવિધતા અને ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી Sustainable Lifestyle Practices અંગે હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાય છે. જેમાં નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિ જીવન અનુલક્ષી અલગ-અલગ વિષયો પર માર્ગદર્શન સેમિનાર તેમજ વન ભ્રમણ, પક્ષી દર્શન તેમજ વેળાવદર કાળિયાર અભયારણ્યની મુલાકાત વગેરે બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોરેસ્ટર રામાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!