મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના વિધાર્થીઓએ આજરોજ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રાજ્યની સંચાલન પ્રણાલી અને વિવિધ શાસન વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું..
આજરોજ મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં વિધાનસભા ગૃહની કાર્યપ્રણાલી અને તેની મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. તેમજ આ સમયે વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મળવાની વિશેષ તક મળી હતી. જ્યાં તેમણે રાજ્યની સંચાલન પ્રણાલી અને વિવિધ શાસન વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું..