સૌરાષ્ટ્રમાં મોરબી બાદ હવે મહેન્દ્રનગર ગામે પણ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામનાં વિદ્યાર્થીઓએ બસ સ્ટોપ હોવા છતા બસ ઉભી નહીં રાખતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. જો કે, અંતે ડેપો મેનેજરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
મોરબી મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. બસ સ્ટોપ હોવા છતા બસ ઉભી નહીં રાખતા હોવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. અને ગામના વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા રસ્તા પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે બસ સ્ટોપ મામલે વિધાર્થીઓએ ચક્કાજામકરતા વાહનોની કતારો લાગી હતી અને અંતે ડેપો મેનેજરે સ્થળ પર રૂબરૂ આવવું પડયું હતું. અને સ્થળ પર વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળી સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.