Wednesday, January 15, 2025
HomeGujaratઆગામી ૨૧ તારીખે વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર ચલાવશે: મંત્રી બ્રિજેશ મેરજાનુ મંત્રાલય એક...

આગામી ૨૧ તારીખે વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર ચલાવશે: મંત્રી બ્રિજેશ મેરજાનુ મંત્રાલય એક દિવસ માટે સુરેન્દ્રનગરનો વિદ્યાર્થી નીલય ડાઘલી સંભાળશે

ગુજરાત સરકાર દ્વારા એક અલગ અને અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં આગામી 21 તારીખ ના રોજ વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, તમામ 182 ધારાસભ્યો, મંત્રી, સાંસદો અને વિપક્ષ ના નેતા સહિતના હોદેદારો પર માત્ર વિદ્યાર્થીઓ જ હશે અને એક દિવસીય સત્ર પણ ચાલશે અને વિધાનસભામાં આક્ષેપો-પ્રતિઆક્ષેપ અને રજૂઆતો પણ થશે.

- Advertisement -
- Advertisement -

જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ની પસંદગી કરવામાં આવી છે જેમાં વિધાનસભાના અઘ્યક્ષ તરીકે મીશ્રી શાહ (વડોદરા), મુખ્યમંત્રી તરીકે અમદાવાદ નો રાહન રાવલ, વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે (ગાંધીનગર), હાલમાં મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાના મંત્રાલય એવા શ્રમ અને રોજગારના એક દિવસીય મંત્રી તરીકે નિલય ડાઘલી (સુરેન્દ્રનગર), કૃષિ મંત્રી હર્ષ સાંઘાણી (અમદાવાદ), શિક્ષણ મંત્રી મનન ચાવડા (અમરેલી), રમત ગમત મંત્રી યશ પટેલ (વડોદરા),વન અને પર્યાવરણ મંત્રી કશીશ કાપડી (અમદાવાદ),કુટીર ઉદ્યોગ મંત્રી મેઘાવી દવે(ગાંધીનગર), આદિજાતિ વિકાસ મંત્રી હર્ષિલ રામાણી (અમદાવાદ), કાયદા મંત્રી જય વ્યાસ (વડોદરા), ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી રાજન મારું (રાજકોટ), મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રેયા પટેલ(અમદાવાદ), પેટ્રોલિયમ મંત્રી શ્રુષ્ટિ નિહલાની(વડોદરા), મત્સ્ય ઉદ્યોગ મંત્રી યશસ્વી દેસાઈ (વડોદરા) અને સામાજિક અને ન્યાય આધિકારીતા મંત્રી તરીકે પ્રિન્સ (અમરેલી) તથા ૧૮૨ ધારાસભ્યો પણ વિદ્યાર્થીઓ રહેશે જેમાં અમદાવાદ ના ૬૩, રાજકોટના ૩૯, ગાંધીનગર ના ૨૧, સુરતના ૧૬, વડોદરાના ૧૪, નડિયાદના ૦૧, મહેસાણા ના ૦૧, જામનગરના ૦૪, આણંદ ના ૦૧, ગોંડલ ના ૦૫, અમરેલીના ૦૭ અને કચ્છના ૧૦ વિધાર્થીઓ એક દિવસ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ નિભાવશે.

આ ૨૧ તારીખે યોજાનાર કાર્યક્રમમાં વિધાનસભામાં તમામ નેતાઓ હોદેદારો માત્ર વિદ્યાર્થીઓ જ રહેશે સને બજેટ તેમજ પેપર લીક સહિતના અનેક મુદ્દે ઉગ્ર રજૂઆતો થશે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્યો મંત્રીઓ ગેલેરીમાં બેસીને તમામ પ્રક્રિયાનું નિરિક્ષણ કરશે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!