રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી દ્વારા સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા, સંગઠનની કાર્ય પદ્ધતિ અને પ્રચાર-પ્રસાર, સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતા, નવી શિક્ષણનીતિ, શિક્ષણના પડકારો, હોદેદારોની જવાબદારી, સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર સહિતના વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા (કાર્યવાહક ગુજરાત પ્રાંત) બી.એમ.સોલંકી (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી) રતુભાઈ ગોળ (મંત્રી રાજ્ય મહાસંઘ) મુળજીભાઈ ગઢવી (કચ્છ મહાસંઘ) મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી (સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત) સુનિલભાઈ પરમાર,વિપુલભાઈ અધારા, સંભાગ મહેશભાઈ બોપલીયા (કાર્યવાક મોરબી જિલ્લો) દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ મહાસંઘ-મોરબી) સહિતના માર્ગદર્શન પૂરું પાડશે. તેમ કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા, હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવાયુ છે.