માળીયા(મી.) તાલુકાના સરપંચો અને તાલુકા પ્રમુખ સહિતનાઓએ માળીયા મિયાણાં તાલુકામા અધૂરા કામો સત્વરે પૂર્ણ થાય તે માટે મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના અધિકારી સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી. આ તકે અટકેલા કામો સત્વરે પૂર્ણ થાય અને તમામ કામમાં ગુણવત્તા અને ધારા ધોરણ જળવાઈ રહે તે માટે પણ જણાવવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મેઘપરથી દેરાળાને જોડતા માર્ગ માટે માળિયા તાલુકાના સરપંચો,માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા અને જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે ડીડીઓને રજૂઆત કરી હતી.